Get App

શું RVNL અને IRCON નું થશે મર્જર? સમાચાર આવતા જ રેલવે PSU શેરોમાં તોફાની તેજી, 11% સુધી ઉછળ્યા ભાવ

RVNL IRCON merger: શું RVNL અને IRCONનું મર્જર થવા જઈ રહ્યું છે? આ સમાચાર આવતા જ શેરબજારમાં રેલવે PSU શેરોમાં 11% સુધીનો ઉછાળો જોવા મળ્યો. જાણો આ બંને કંપનીઓ અને શેરોની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2026 પર 2:27 PM
શું RVNL અને IRCON નું થશે મર્જર? સમાચાર આવતા જ રેલવે PSU શેરોમાં તોફાની તેજી, 11% સુધી ઉછળ્યા ભાવશું RVNL અને IRCON નું થશે મર્જર? સમાચાર આવતા જ રેલવે PSU શેરોમાં તોફાની તેજી, 11% સુધી ઉછળ્યા ભાવ
RVNL IRCON merger: શું RVNL અને IRCONનું મર્જર થવા જઈ રહ્યું છે?

RVNL IRCON merger: આજે 6 માર્ચના રોજ શેરબજારમાં રેલવે સેક્ટર સાથે જોડાયેલી સરકારી કંપનીઓ (Railway PSU)ના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે મંત્રાલયે IRCON ઇન્ટરનેશનલને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) સાથે મર્જ કરવાનો ઔપચારિક પ્રસ્તાવ આગળ વધાર્યો છે. બસ આ સમાચાર વહેતા થતાની સાથે જ રોકાણકારોએ રેલવે શેરોમાં ભારે ખરીદી શરૂ કરી દીધી હતી, જેના કારણે કેટલાક શેરોના ભાવ તો 11 ટકા સુધી ઉછળી ગયા હતા.

શેરોમાં કેટલી જોવા મળી તેજી?

બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ IRCON ઇન્ટરનેશનલનો શેર 11 ટકાના મોટા ઉછાળા સાથે 148.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ RVNL ના શેરમાં પણ 3 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 288.3 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો.

માત્ર આ બે જ નહીં, પરંતુ અન્ય રેલવે શેરોમાં પણ આ સમાચારની પોઝિટિવ અસર જોવા મળી હતી:

* RailTel: આ કંપનીના શેર 4.2 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.

* RITES: આ શેરમાં પણ લગભગ 3.5 ટકાની શાનદાર તેજી જોવા મળી હતી.

* IRFC: આ ઉપરાંત, IRFC ના શેર પણ 1.5 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો