Siemens Q3 Result: સિમેન્સ (Siemens) એ 09 ઓગસ્ટના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
નફામાં ઘટાડો
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 3.2 ટકા ઘટીને 423 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષના આ સમયમાં કંપનીનો નફો 437 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 454 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 16 ટકા વધીને 4,347 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 3,763 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4,182 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો વધારો
વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 8 ટકાના વધારાની સાથે 522 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 485.2 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 514.7 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન વર્ષના આધાર પર 12.9 ટકાથી ઘટીને 12 ટકા પર રહ્યા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 12.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.