Bagram Airbase: અફઘાનિસ્તાનનું બગરામ એરબેઝ ફરી એકવાર વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ એરબેઝ પર ફરીથી કબજો મેળવવાની ધમકી આપી છે, જ્યારે તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાને અફઘાન ધરતીનો એક ઇંચ પણ નહીં આપે. આ મુદ્દે તણાવ એટલો વધ્યો છે કે બગરામ એરબેઝ યુદ્ધનું નવો અખાડો બનવાની શક્યતા દેખાઈ રહી છે.