Get App

અમેરિકાની બહાર પહેલીવાર ભારતમાં ખુલશે Starbucksની ટેક ઓફિસ, 800 લોકોને મળશે 35 લાખના પગારવાળી નોકરી

પ્રખ્યાત કોફી બ્રાન્ડ Starbucks અમેરિકાની બહાર ચેન્નઈમાં પોતાનું પહેલું ટેક હબ ખોલવા જઈ રહી છે. જેમાં 800 લોકોને વાર્ષિક 35 લાખના પગાર સાથે નોકરી મળશે. જાણો પૂરી વિગત.

MoneyControl Newsઅપડેટેડ Sep 21, 2026 પર 2:27 PM
અમેરિકાની બહાર પહેલીવાર ભારતમાં ખુલશે Starbucksની ટેક ઓફિસ, 800 લોકોને મળશે 35 લાખના પગારવાળી નોકરીઅમેરિકાની બહાર પહેલીવાર ભારતમાં ખુલશે Starbucksની ટેક ઓફિસ, 800 લોકોને મળશે 35 લાખના પગારવાળી નોકરી
હાલમાં સ્ટારબક્સની ટેક ઓફિસો માત્ર અમેરિકાના સિએટલ અને નેશવિલેમાં જ આવેલી છે. ચેન્નઈનું આ નવું હબ કંપનીના ગ્લોબલ બિઝનેસને સપોર્ટ કરશે.

Starbucks tech hub Chennai : પ્રખ્યાત અમેરિકન કોફી કંપની સ્ટારબક્સ ભારતના આઈટી પ્રોફેશનલ્સ માટે એક શાનદાર ખુશખબર લઈને આવી છે. સ્ટારબક્સ હવે અમેરિકાની બહાર પહેલીવાર ભારતમાં પોતાનું કોર્પોરેટ ટેકનોલોજી હબ ખોલવા જઈ રહી છે. 21 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુ સરકાર અને સ્ટારબક્સ વચ્ચે આ મેગા પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ MOU સાઈન કરવામાં આવ્યા છે.

35 લાખના જંગી પગારવાળી 800 નોકરીઓ

આ નવું ટેક હબ શરૂ થવાથી ચેન્નઈમાં ટેકનોલોજી સેક્ટર સાથે જોડાયેલી અંદાજે 800 જેટલી નવી નોકરીઓ ઉભી થશે. સૌથી મોટી વાત એ છે કે, આ નોકરીઓ માટે સરેરાશ વાર્ષિક પગારલગભગ 35 લાખ હશે. જોકે, કંપની આ બધી ભરતી એકસાથે નહીં કરે, પરંતુ પોતાના બિઝનેસની જરૂરિયાત મુજબ તબક્કાવાર રીતે કર્મચારીઓની નિમણૂક કરશે.

ચેન્નઈ ટેક હબમાં શું કામ થશે?

હાલમાં સ્ટારબક્સની ટેક ઓફિસો માત્ર અમેરિકાના સિએટલ અને નેશવિલેમાં જ આવેલી છે. ચેન્નઈનું આ નવું હબ કંપનીના ગ્લોબલ બિઝનેસને સપોર્ટ કરશે. અહીં કામ કરતી ટીમ અમેરિકા અને દુનિયાના અન્ય દેશોમાં બેઠેલી કંપનીની ટેકનોલોજી અને બિઝનેસ ટીમ સાથે મળીને કામ કરશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે, આ નવું ટેક હબ ભારતમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે ચાલતા સ્ટારબક્સના રિટેલ બિઝનેસ કરતા સાવ અલગ રીતે કામ કરશે.

સ્ટારબક્સે ચેન્નઈને જ કેમ પસંદ કર્યું?

સ્ટારબક્સના જણાવ્યા અનુસાર, ચેન્નઈને પસંદ કરવા પાછળ ઘણા મજબૂત કારણો છે. અહીં બેસ્ટ ટેકનોલોજી ટેલેન્ટ અને શાનદાર એન્જિનિયરિંગ ઈકોસિસ્ટમ છે.કર્મચારીઓ લાંબા સમય સુધી કંપનીમાં ટકી રહે છે.શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટી શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ જ સારી છે.આ તમામ સુવિધાઓના આધારે કંપની ભારતમાં પોતાનો બેઝ મજબૂત કરવા અને ટેકનોલોજી ક્ષમતા વધારવા માંગે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો