Tenneco Clean Air share price: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને આવતા 2 થી 3 અઠવાડિયામાં ખતમ કરવાના સંકેત આપ્યા છે. આ પોઝિટિવ સમાચારને કારણે ઘરેલુ શેર બજારમાં ચારેબાજુ તેજીનો માહોલ છે. ખરીદીના આ શાનદાર માહોલમાં ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સિટી (Citi)ના એક રિપોર્ટે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે ઓટો કમ્પોનન્ટ્સ સપ્લાયર કંપની ‘ટેનેકો ક્લીન એર ઈન્ડિયા' (Tenneco Clean Air India)ના શેર રોકેટની જેમ ઉછળી ગયા છે.

