Get App

Swiggy Instamart: નંદિતા સિંહા બન્યા નવા CEO, સમાચાર આવતા જ શેર રોકેટની જેમ ઉછળ્યો, જાણો તેમની સફળતાની કહાની

સ્વિગીએ નંદિતા સિંહાને Instamart ના નવા CEO બનાવ્યા છે. આ સમાચારથી સ્વિગીના શેરમાં 7% થી વધુનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જાણો ક્વિક કોમર્સ માર્કેટ અને નંદિતા સિંહાની રણનીતિ વિશેની સંપૂર્ણ ડિટેલ.

MoneyControl Newsઅપડેટેડ Jul 29, 2026 પર 2:17 PM
Swiggy Instamart: નંદિતા સિંહા બન્યા નવા CEO, સમાચાર આવતા જ શેર રોકેટની જેમ ઉછળ્યો, જાણો તેમની સફળતાની કહાનીSwiggy Instamart: નંદિતા સિંહા બન્યા નવા CEO, સમાચાર આવતા જ શેર રોકેટની જેમ ઉછળ્યો, જાણો તેમની સફળતાની કહાની
નંદિતા સિંહા આગામી 3 ઓગસ્ટથી ઇન્સ્ટામાર્ટના CEO તરીકેનો નવો કાર્યભાર સંભાળશે. તેઓ અમીતેશ ઝા ની જગ્યા લેશે. આ અગાઉ તેઓ મિંત્રાના CEO રહી ચૂક્યા છે.

Swiggy Instamart: ભારતમાં અત્યારે ક્વિક કોમર્સ સેક્ટરમાં જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. ગ્રાહકો સુધી 10 મિનિટમાં સામાન પહોંચાડવાની આ રેસમાં આગળ નીકળવા માટે સ્વિગીએ એક મોટો અને માસ્ટરસ્ટ્રોક નિર્ણય લીધો છે. કંપનીએ મિંત્રાના પૂર્વ સીઈઓ નંદિતા સિંહાને પોતાના પ્લેટફોર્મ ઇન્સ્ટામાર્ટના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે.

આ નિમણૂકના સમાચાર બજારમાં આવતા જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેની સીધી અસર સ્વિગીના શેર પર થઈ છે.

શેરમાં જોવા મળી શાનદાર તેજી

નવી નિમણૂકના અહેવાલો બાદ 29 જુલાઈએ સ્વિગીના શેરમાં રોકેટ જેવી તેજી જોવા મળી હતી. બપોરે 13:10 વાગ્યે શેર 7.40 ટકાના મોટા ઉછાળા સાથે 288.40 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. રોકાણકારોને નંદિતા સિંહાની લીડરશિપ પર પૂરો ભરોસો દેખાઈ રહ્યો છે.

કોણ છે નંદિતા સિંહા અને ક્યારથી સંભાળશે કાર્યભાર?

નંદિતા સિંહા આગામી 3 ઓગસ્ટથી ઇન્સ્ટામાર્ટના CEO તરીકેનો નવો કાર્યભાર સંભાળશે. તેઓ અમીતેશ ઝા ની જગ્યા લેશે. આ અગાઉ તેઓ મિંત્રાના CEO રહી ચૂક્યા છે. ફ્લિપકાર્ટ ગ્રુપના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ તેમને વોલમાર્ટ કંપનીમાં જાળવી રાખવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ આખરે તેમણે સ્વિગીમાં જોડાવાનો નિર્ણય લીધો.

મિંત્રાને ખોટમાંથી નફામાં લાવવાનો શાનદાર રેકોર્ડ

બધા સમાચાર

+ વધુુ વાંચો