Get App

Tata Group Stock: નેલ્કોના શેરમાં 13%નો બમ્પર ઉછાળો, ખોટમાંથી નફામાં આવતા જ રોકાણકારો માલામાલ; જાણો લેટેસ્ટ વિગતો

Tata Group Stock: ટાટા ગ્રુપની કંપની નેલ્કો (Nelco) ના શેરમાં 13% થી વધુનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપની ખોટમાંથી નફામાં આવતા રોકાણકારોએ શેર ખરીદવા માટે પડાપડી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 21, 2026 પર 11:27 AM
Tata Group Stock: નેલ્કોના શેરમાં 13%નો બમ્પર ઉછાળો, ખોટમાંથી નફામાં આવતા જ રોકાણકારો માલામાલ; જાણો લેટેસ્ટ વિગતોTata Group Stock: નેલ્કોના શેરમાં 13%નો બમ્પર ઉછાળો, ખોટમાંથી નફામાં આવતા જ રોકાણકારો માલામાલ; જાણો લેટેસ્ટ વિગતો
Tata Group Stock: ટાટા ગ્રુપની કંપની નેલ્કો (Nelco) ના શેરમાં 13%થી વધુનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

Tata Group Stock: ટાટા ગ્રુપના શેરોમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા ગ્રુપની કંપની નેલ્કો (NELCO) ના માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળાના શાનદાર પરિણામો જાહેર થતા જ તેના શેર ‘રોકેટ’ બની ગયા છે. મંગળવારે બજાર ખુલતાની સાથે જ નેલ્કોના શેરમાં 13%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

16 મહિનાની સૌથી મોટી તેજી

નેલ્કોના શેરમાં આવેલી આ તેજી છેલ્લા 16 મહિનાની (ડિસેમ્બર 2024 પછીની) સૌથી ઝડપી ઇન્ટ્રા-ડે તેજી માનવામાં આવે છે. અગાઉ સોમવારે રિઝલ્ટ પહેલા શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પ્રોફિટના સમાચાર આવતા જ રોકાણકારો શેર ખરીદવા માટે તૂટી પડ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન શેર 767.25 ની સપાટીએ પહોંચી ગયો હતો.

કેવા રહ્યા નેલ્કોના પરિણામો?

નેલ્કોએ માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળામાં જબરદસ્ત વાપસી કરી છે:

નફો: ગયા વર્ષે સમાન ગાળામાં કંપની 4.1 કરોડની ખોટમાં હતી, જેની સામે આ વર્ષે કંપનીએ 1.1 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

આવક: કંપનીની રેવન્યુ (Revenue) પણ 17.3% વધીને 79.2 કરોડ પર પહોંચી ગઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો