ભારતના બેંગલોરના દેવનહલ્લીમાં ફોક્સકોનના આઈફોન નિર્માણ પ્લાન્ટે ન માત્ર આ વિસ્તારની તસવીર બદલી નાખી છે, પરંતુ તેણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાંથી આઈફોન ફેક્ટરીઓને અમેરિકા ખસેડવાની યોજનાઓને પણ પડકાર આપ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક વિગતવાર અહેવાલમાં ખુલાસો થયો છે કે ભારતમાં ઓછી મજૂરી અને સરળતાથી ઉપલબ્ધ જમીન જેવા પરિબળો એપલ અને ફોક્સકોન જેવી કંપનીઓને ભારતમાં આઈફોન બનાવવા માટે આકર્ષે છે, જે અમેરિકામાં શક્ય નથી.