Get App

RBI વધારશે વ્યાજ દર? El Nino અને ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે Zerodhaના નિતિન કામતની મોટી ચેતવણી

શું RBI વ્યાજ દરોમાં વધારો કરશે? ઝેરોધાના સીઈઓ નિતિન કામતે વર્ષ 2026 માટે ‘મોટી આફત’ની આશંકા વ્યક્ત કરી છે. નબળો ચોમાસું અને વધતા ક્રૂડ ઓઈલના ભાવ ભારત માટે કેવી મુશ્કેલી ઉભી કરી શકે છે, જાણો અહીં.

MoneyControl Newsઅપડેટેડ May 26, 2026 પર 12:05 PM
RBI વધારશે વ્યાજ દર? El Nino અને ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે Zerodhaના નિતિન કામતની મોટી ચેતવણીRBI વધારશે વ્યાજ દર? El Nino અને ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે Zerodhaના નિતિન કામતની મોટી ચેતવણી
નિતિન કામતે વર્ષ 2026 ને આર્થિક દૃષ્ટિએ અત્યંત જોખમી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો નબળા ચોમાસાની સાથે અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે તેલની કિંમતો સતત ઊંચી રહેશે.

ભારતીય અર્થતંત્ર માટે આવનારો સમય પડકારજનક સાબિત થઈ શકે છે. છેલ્લા એક વર્ષથી મોંઘવારી અને આર્થિક સુસ્તી વચ્ચે સંતુલન જાળવી રહેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે કડક નિર્ણય લેવા મજબૂર બની શકે છે. જાણીતી બ્રોકરેજ ફર્મ ઝેરોધાના કો-ફાઉન્ડર અને સીઈઓ નિતિન કામતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

2026: 'જ્યારે મુસીબત આવે છે ત્યારે ચારે બાજુથી આવે છે'

નિતિન કામતે વર્ષ 2026 ને આર્થિક દૃષ્ટિએ અત્યંત જોખમી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો નબળા ચોમાસાની સાથે અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે તેલની કિંમતો સતત ઊંચી રહેશે, તો ભારતે મોંઘવારીના અત્યંત કઠિન તબક્કામાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં RBI પાસે વ્યાજ દરો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.

El Nino અને ખેતી પર ખતરો

કામતના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગર ગરમ થવાને કારણે સર્જાતી 'અલ નીનો' (El Nino) ની સ્થિતિ ભારતીય ચોમાસાને નબળું પાડી શકે છે.

વરસાદમાં ઘટાડો: હવામાન વિભાગના અંદાજ મુજબ આ વર્ષે વરસાદ સામાન્ય કરતા 6% ઓછો રહી શકે છે.

ખેડૂતોની નિર્ભરતા: ભારતની 70% ખેતી ચોમાસા પર આધારિત છે અને આશરે 60% ખેડૂતો હજુ પણ સિંચાઈ માટે સીધા વરસાદ પર નિર્ભર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો