Get App

Wipro Share Buyback: વિપ્રોનો 15000 કરોડનો બાયબેક ઓફર આજથી શરૂ, જાણો શેરદીઠ ભાવ અને રેશિયો સહિતની તમામ માહિતી

IT કંપની Wipro નો 15000 કરોડ રૂપિયાનો શેર બાયબેક ઓફર 11 જૂનથી શરૂ થઈ ગયો છે. શેરની કિંમત 250 રૂપિયા નક્કી કરાઈ છે. જાણો બાયબેકનો રેશિયો, રેકોર્ડ ડેટ અને તેમાં એપ્લાય કરવાની સંપૂર્ણ પ્રોસેસ વિશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 11, 2026 પર 1:08 PM
Wipro Share Buyback: વિપ્રોનો 15000 કરોડનો બાયબેક ઓફર આજથી શરૂ, જાણો શેરદીઠ ભાવ અને રેશિયો સહિતની તમામ માહિતીWipro Share Buyback: વિપ્રોનો 15000 કરોડનો બાયબેક ઓફર આજથી શરૂ, જાણો શેરદીઠ ભાવ અને રેશિયો સહિતની તમામ માહિતી
IT કંપની Wipro નો 15000 કરોડ રૂપિયાનો શેર બાયબેક ઓફર 11 જૂનથી શરૂ થઈ ગયો છે.

Wipro Share Buyback: આઈટી (IT) સેક્ટરની દિગ્ગજ કંપની વિપ્રો (Wipro) ના રોકાણકારો માટે મોટા સમાચાર છે. કંપનીનો 15000 કરોડ રૂપિયાનો મેગા શેર બાયબેક (Share Buyback) ઓફર આજથી એટલે કે 11 જૂનથી ખુલી ગયો છે. જો તમારી પાસે પણ વિપ્રોના શેર છે અને તમે તેમાં ભાગ લેવા માંગો છો, તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે. ચાલો સરળ ભાષામાં સમજીએ આ બાયબેકની તમામ લેટેસ્ટ ડિટેલ્સ.

કેટલો મોટું છે આ બાયબેક?

વિપ્રો આ બાયબેક હેઠળ 15000 કરોડ રૂપિયા ખર્ચીને પોતાના શેરધારકો પાસેથી કુલ 60 કરોડ શેરો પાછા ખરીદવા જઈ રહી છે. આ બાયબેક માટેની રેકોર્ડ ડેટ 5 જૂન, 2026 નક્કી કરવામાં આવી હતી. સરળ શબ્દોમાં કહીએ તો, 5 જૂન સુધી જે લોકોના ડીમેટ એકાઉન્ટમાં વિપ્રોના શેર હતા અને કંપનીના રેકોર્ડમાં તેમનું નામ નોંધાયેલું હતું, માત્ર તેઓ જ આ ઓફરમાં ભાગ લેવા માટે પાત્ર (Eligible) ગણાશે.

બાયબેકની મહત્વની તારીખો અને વિગતો:

* ઓફર ખુલવાની તારીખ: 11 જૂન

* ઓફર બંધ થવાની તારીખ (Closing Date): 17 જૂન

* મેનેજર: જેએમ ફાઇનાન્શિયલ (JM Financial)

બધા સમાચાર

+ વધુુ વાંચો