Get App

દેશમાં GDP ગ્રોથની ચર્ચા વચ્ચે ઘર ચલાવવા લોકો મજબૂર! ભારતીયોએ ગીરવે મૂક્યું 9.06 લાખ કરોડનું સોનું, RBIના ચોંકાવનારા આંકડા

Gold Loan in India: ભારતમાં રોજિંદા ખર્ચ માટે સોનું ગીરવે મૂકવાનું ચલણ વધ્યું. RBIના રિપોર્ટ મુજબ દેશમાં ગોલ્ડ લોનનો આંકડો 9.06 લાખ કરોડે પહોંચ્યો છે. વાંચો આ ચોંકાવનારો અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Sep 08, 2026 પર 9:54 AM
દેશમાં GDP ગ્રોથની ચર્ચા વચ્ચે ઘર ચલાવવા લોકો મજબૂર! ભારતીયોએ ગીરવે મૂક્યું 9.06 લાખ કરોડનું સોનું, RBIના ચોંકાવનારા આંકડાદેશમાં GDP ગ્રોથની ચર્ચા વચ્ચે ઘર ચલાવવા લોકો મજબૂર! ભારતીયોએ ગીરવે મૂક્યું 9.06 લાખ કરોડનું સોનું, RBIના ચોંકાવનારા આંકડા
RBIના ડેટા મુજબ, ભારતીયોએ પોતાના રોજિંદા ખર્ચાઓ પુરા કરવા માટે અત્યાર સુધીમાં કુલ 9.06 લાખ કરોડ રૂપિયાનું સોનું ગીરવે મૂકી દીધું છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને બેંકોમાંથી સોના પર લોન લેવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે.

Gold Loan in India: એક તરફ દેશનો GDP વધી રહ્યો હોવાની મોટી મોટી વાતો થઈ રહી છે, તો બીજી તરફ સામાન્ય માણસની આર્થિક સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. મોંઘવારી અને વધતા જતા ખર્ચાઓને પહોંચી વળવા માટે હવે ભારતીયોએ પોતાના ઘરમાં પડેલા સોનાના દાગીના ગીરવે મૂકવાની નોબત આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે, દેશમાં ગોલ્ડ લોન લેનારાઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. લોકો હવે ઘર ચલાવવા અને સુખ-સુવિધાઓ ભોગવવા માટે લોન પર નિર્ભર બની ગયા છે.

ગોલ્ડ લોનનો આંકડો 9.06 લાખ કરોડને પાર

RBIના ડેટા મુજબ, ભારતીયોએ પોતાના રોજિંદા ખર્ચાઓ પુરા કરવા માટે અત્યાર સુધીમાં કુલ 9.06 લાખ કરોડ રૂપિયાનું સોનું ગીરવે મૂકી દીધું છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને બેંકોમાંથી સોના પર લોન લેવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે.

કોની પાસેથી કેટલી ગોલ્ડ લોન લેવાઈ?

એનબીએફસી (NBFC) પોર્ટફોલિયો: જુલાઈ મહિનાના અંત સુધીમાં NBFC દ્વારા આપવામાં આવેલી ગોલ્ડ લોનનો આંકડો 3.54 લાખ કરોડ રૂપિયા નોંધાયો છે.

બેંકોનો પોર્ટફોલિયો: બીજી તરફ, બેંકો દ્વારા આપવામાં આવેલી ગોલ્ડ લોનનો આંકડો તેનાથી પણ વધુ એટલે કે 5.52 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. આમ, NBFC અને બેંકોની કુલ બાકી ગોલ્ડ લોન ભેગી કરીએ તો આ આંકડો 9.06 લાખ કરોડે પહોંચે છે.

લોનની વૃદ્ધિમાં મોટો ઉછાળો

બધા સમાચાર

+ વધુુ વાંચો