શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈને 87.85 પ્રતિ ડૉલરની સામે 87.86 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં મોંઘવારી દર 3 મહિનામાં સૌથી ઓછો રહેતા વ્યાજ દરમાં કાપની સંભાવના વધી ગઈ છે, જેને કારણે ડૉલરમાં નરમાશ જોવા મળી રહી છે.

