ક્રૂડમાં ગઈકાલે 2 ટકાની તેજી આવી હતી. તેજી બાદ બ્રેન્ટના ભાવ 74 ડોલરને પાર પહોંચી ગયા છે. ગઈકાલે US દ્વારા ઈરાનની 35 જેટલી કંપની અને સંસ્થાઓ પર તેમ જ તેમના વાહણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા જેના કારણે ફરી એકવખત ક્રૂડમાં ઉછાળો આવ્યો છે. બજારની નજર કાલે OPEC અને સાથી દેશોની મળનારી બેઠક પર પણ છે જેમાં મોટા ભાગે ઉત્પાદન વધારો લંબાઈ શકે છે.