Get App

કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટાડો, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજ

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાનું દબાણ આવતા 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 24, 2023 પર 1:17 PM
કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટાડો, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજકમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટાડો, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજ
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં દબાણ છે, પણ લેડમાં થોડો ઘણો પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાના ડરથી સોનાની કિંમતો પર દબાણ બન્યું, અહીં comex પર નાની રેન્જ સાથે 1959 ડૉલરની સ્તરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે બુધવારે US ફેડની બેઠક થવાની છે, જેમાં તેઓ વ્યાજ દર 25 બેસિસ પોઇન્ટ્સ વધારે તેવા અનુમાન બની રહ્યા છે, આ સાથે જ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઑફ જાપાન પણ ગુરૂવારે અને શુક્રવારે પોતાના વ્યાજ દરને લઈ ઘોષણા કરશે, જે પહેલા સોનામાં સુસ્ત કામકાજ થઈ રહ્યું છે.

સોનામાં વાયદા

MCX પર સોનાની કિંમતો ₹59300 પર પહોંચી છે. MCX પર કિંમત ઘટીને ₹59178 સુધી પહોંચી હતી. COMEX પર સોનાની કિંમતો $1970 સુધી પહોંચી છે. વૈશ્વિક બજારમાં કિંમત ઘટીને $1960 સુધી પહોંચી હતી. જુલાઈમાં વ્યાજ દર ફેડ વધારી શકે. 25-26 જુલાઈએ ફેડની બેઠક યોજાશે. 27 જુલાઈએ ECB દર વધારી શકે છે. 3 ઓગસ્ટે BoE વ્યાજ દર વધારી શકે છે. રશિયાથી ઓછી સપ્લાયના કારણે કિંમતોમાં વધારો છે. મોસ્કો ત્રીજા ક્વાર્ટરમાં નિકાસ ઘટાડશે. મોસ્કો 2.1 મિલિયન ટન સુધીનો કાપ મૂકશે.

ગત સપ્તાહની તેજી બાદ આજે ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં કિંમતો 25 ડૉલરની નીચે રહી, તો સ્થાનિક બજારમાં પણ આશરે પા ટકાથી વધુનો ઘટાડો દેખાઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો