Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉછાળો, બ્રેન્ટ 70 ડૉલરને પાર, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણ

ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ તરફથી કોપર પર 50% ટેરિફ લાગી શકે તેવા નિવેદન બાદ કિંમતોમાં ઉછાળો આવ્યો, તો ઓછી સપ્લાઈના આઉટલૂક સાથે એલ્યુમિનિયમમાં આશરે 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2025 પર 11:21 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉછાળો, બ્રેન્ટ 70 ડૉલરને પાર, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉછાળો, બ્રેન્ટ 70 ડૉલરને પાર, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણ
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતા 286ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈ 85.70 પ્રતિ ડૉલરની સામે 85.85 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને ક્રૂડ ઓઈલમાં ઉછાળાના પગલે રૂપિયા પર દબાણ જોવા મળ્યું.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જોકે વૈશ્વિક બજારમાં US કોપર ફ્યૂચર્સના ભાવ આશરે 10 ટકા વધતા દેખાયા, ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ તરફથી કોપર પર 50% ટેરિફ લાગી શકે તેવા નિવેદન બાદ કિંમતોમાં ઉછાળો આવ્યો, તો ઓછી સપ્લાઈના આઉટલૂક સાથે એલ્યુમિનિયમમાં આશરે 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

કોપર પર ટ્રમ્પ ટેરિફ?

ટ્રમ્પે કોપર પર 50% ટેરિફ લાગી શકે છે. ટ્રમ્પના નિવેદન બાદ વાયદામાં કોપર 17% વધ્યું. એક દિવસમાં કોપરમાં આવી સૌથી મોટી તેજી છે. 74% કોપર માત્ર 3 દેશોથી ઇમ્પોર્ટ કરે છે US.

બધા સમાચાર

+ વધુુ વાંચો