Gut Health Digestive System: આંતરડાની તંદુરસ્તી એટલે ગટ હેલ્થ આપણા એકંદર આરોગ્યનો પાયો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે મોટા ભાગની બીમારીઓ પેટથી શરૂ થાય છે. જો આંતરડાં તંદુરસ્ત હોય તો શરીર ઉર્જાવાન રહે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને મગજની ક્ષમતા પણ સુધરે છે. પરંતુ રોજિંદા જીવનની કેટલીક આદતો આપણા આંતરડાંને નુકસાન પહોંચાડે છે. ડૉક્ટર્સના મતે ખોટું ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે સામાન્ય પેટની સમસ્યાઓ પણ ગંભીર બની શકે છે. આવો, જાણીએ કઈ 5 આદતો ગટ હેલ્થને નુકસાન પહોંચાડે છે અને 6 રીતોથી આંતરડાંને કેવી રીતે મજબૂત રાખવા.