Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સતત ત્રીજા દિવસે દબાણ, સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં કિંમતોમાં રિકવરી. વૈશ્વિક બજારમાં ભાવ ફરી 47 ડૉલર પાસે પહોંચ્યા. છેલ્લા 1 સપ્તાહમાં કિંમતો આશરે 2 ટકા જેટલી ઘટી હતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 29, 2025 પર 12:48 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સતત ત્રીજા દિવસે દબાણ, સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારોકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં સતત ત્રીજા દિવસે દબાણ, સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં નીચલા સ્તરેથી સુધારો આવ્યો. COMEX પર ભાવ 3969 ડૉલરના સ્તરે પહોંચ્યા. US ફેડ આજે વ્યાજ દર પર નિર્ણય લેશે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈ 88.27 પ્રતિ ડૉલરની સામે 88.21 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહી વ્યાજ દર પર US ફેડના નિર્ણય પહેલા ડૉલર ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું છે.

કાચા તેલમાં સતત ત્રીજા દિવસે નરમાશ, આશરે 2 ટકા ઘટી 65 ડૉલરની નીચે આવ્યું બ્રેન્ટ, રશિયા પર અમેરિકાના પ્રતિબંધોના કારણે ગ્લોબલ સપ્લાઈને લઈ અનિશ્ચિતતા વધી.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો સતત ત્રીજા દિવસે ઘટી. બ્રેન્ટમાં 65 ડૉલરની નીચે કારોબાર નોંધાયો. રશિયા પર USના પ્રતિબંધોથી બજારમાં ચિંતા વધી. US ઇન્વેન્ટરી 4 મિલિયન bblથી ઘટી. OPEC+ આવતી બેઠકમાં વધુ ઉત્પાદન વધારવા પર નિર્ણય લઈ શકે.

સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં નીચલા સ્તરેથી સુધારો આવ્યો. COMEX પર ભાવ 3969 ડૉલરના સ્તરે પહોંચ્યા. US ફેડ આજે વ્યાજ દર પર નિર્ણય લેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો