Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $62ને પાર, સોના-ચાંદીની ચમકમાં ઘટાડો

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી, જ્યાં સૌથી વધુ વેચવાલી એલ્યુમિનિયમમાં દેખાઈ હતી. વૈશ્વિક બજારમાં પણ ડૉલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીના કારણે બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ May 07, 2025 પર 12:49 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $62ને પાર, સોના-ચાંદીની ચમકમાં ઘટાડોકોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $62ને પાર, સોના-ચાંદીની ચમકમાં ઘટાડો
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ વધીને 300ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા નબળો થઈ 84.43 પ્રતિ ડૉલરની સામે 84.63 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ 62 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 60 ડૉલર તરફ કારોબાર આગળ વધતો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US-ચાઈના વચ્ચે ટ્રેડ ટૉક આગળ વધતા અને ઓછી સપ્લાઈની ચિંતાનો સપોર્ટ મળતા ક્રૂડમાં તેજી જોવા મળી રહી છે. મંગળવારે 4 વર્ષના નીચલા સ્તરેથી કિંમતોમાં જે રિકવરી જોઈ એ આજે પણ આગળ વધતી દેખાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

નીચલા સ્તરેથી કિંમતોમાં રિકવરી આવી. બ્રેન્ટના ભાવ 62 ડૉલરની ઉપર પહોંચ્યા. NYMEX ક્રૂડમાં પણ તેજી સાથેનો કારોબાર થયો. US-ચાઈના વચ્ચે ટ્રેડ ટૉક આગળ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. ક્રૂડમાં 4 વર્ષના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો