Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $66ને પાર, સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર

રબરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ક્રૂડ ઓઈલની કિંમતોમાં રિકવરીથી મળ્યો સપોર્ટ. અમેરિકા-ચીન વેપાર ચર્ચા અંગે આશાવાદ રહીશ. એપ્રિલમાં ચીનમાં સિન્થેટીક રબરનો ઇમ્પોર્ટ 10% ઘટ્યો. ફેબ્રુઆરી-મે મહિનામાં રબરના ઉત્પાદનમાં ઘટાડો છે.

MoneyControl Newsઅપડેટેડ May 14, 2025 પર 12:31 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $66ને પાર, સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબારકોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $66ને પાર, સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા ઘટીને 307ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 85.33 પ્રતિ ડૉલરની સામે 85.06 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની ચમક ઓછી થતા COMEX પર ભાવ 3232 ડૉલરની પણ નીચે આપ્યા, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી સાથે 93,330ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ટ્રેડ તણાવ ઓછો થતા સેફ હેવન ડિમાન્ડમાં ઘટાડો આવતા સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી.

ટ્રેડ તણાવ ઓછો થતા કિંમતો પર દબાણ રહેશે. US-ચાઈનાએ 90 દિવસ માટે ટેરિફ ઘટાડ્યા. USમાં એપ્રિલમાં મોંઘવારી દર ઘટીને 2.3% પર આવ્યો. ફેબ્રુઆરી 2021 બાદ USમાં મોંઘવારી દર સૌથી વધારે ઘટ્યો. એપ્રિલમાં ગોલ્ડ ETFમાં 115 ટનનો રેકોર્ડ ઇનફ્લો આવ્યો. ગોલ્ડ ETF હોલ્ડિંગ 3 વર્ષમાં સૌથી વધુ છે.

ચાંદીમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, ગઈકાલની 2 ટકાની તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કિંમતો આશરે અડધા ટકા ઘટીને 96,175ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ, તો વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની નીચે સ્થિર રહેતા જોવા મળ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો