Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં મજબૂતી, બ્રેન્ટ $67ની પાસે, સોનામાં રેકોર્ડ સ્તરેથી નોંધાઈ વેચવાલી

રેકોર્ડ હાઈ પરથી સોનાની કિંમતોમાં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું, જ્યાં COMEX પર ભાવ 3345 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 95,981ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે US-ચાઈના વચ્ચે તણાવ ઓછા થવાના સંકેતો અને ટ્રમ્પના પૉવેલ પર આપેલા નિવેદનથી યૂ-ટર્ન લેવાના કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Apr 23, 2025 પર 12:34 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં મજબૂતી, બ્રેન્ટ $67ની પાસે, સોનામાં રેકોર્ડ સ્તરેથી નોંધાઈ વેચવાલીકોમોડિટી લાઇવ: ક્રૂડમાં મજબૂતી, બ્રેન્ટ $67ની પાસે, સોનામાં રેકોર્ડ સ્તરેથી નોંધાઈ વેચવાલી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 257ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 85.19 પ્રતિ ડૉલરની સામે 85.26 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

રેકોર્ડ હાઈ પરથી સોનાની કિંમતોમાં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું, જ્યાં COMEX પર ભાવ 3345 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 95,981ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે US-ચાઈના વચ્ચે તણાવ ઓછા થવાના સંકેતો અને ટ્રમ્પના પૉવેલ પર આપેલા નિવેદનથી યૂ-ટર્ન લેવાના કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી.

COMEX પર ભાવ 3500 ડૉલરની નીચે આવ્યા. અમેરિકા-ચીન વેપાર સંઘર્ષમાં ઘટાડો થવાની અપેક્ષા છે. પોવેલને બરતરફ કરવાની ધમકીઓથી ટ્રમ્પ પાછા ફર્યા. સપ્ટેમ્બર 2023ના ઉચ્ચતમ સ્તરે સોનામાં ETF હોલ્ડિંગ. USD ટર્મમાં ETF રેકોર્ડ હાઈ પર છે. એપ્રિલની શરૂઆતથી COMEX ગોલ્ડ ઇન્વેન્ટરી ઘટીને 43 મિલિયન ઔંસ થઈ.

ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી મામુલી દબાણ બન્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની નીચે સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં નેગેટીવ કામકાજ સાથે 95,625ના સ્તરની પાસે શરૂઆતી કારોબારમાં કિંમતો પહોંચતી દેખાઈ હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો