Get App

કોમોડિટી લાઇવ: સોના અને ચાંદીમાં તેજી, બેઝ મેટલ્સમાં દબાણ

ગઈકાલના ઉછાળા બાદ આજે કોપરમાં ફરી દબાણ છે. ગઈકાલે 2 સપ્તાહના નીચલા સ્તરેથી રિકવરી આવી હતી. ડોલર ઈન્ડેક્સની તેજીને કારણે રિકવરી ટૂંકી રહી. ડિસેમ્બરમાં મહત્ત્વની 2 બેઠકમાં ચીન વધુ સ્ટિમ્યુલસ આપી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 03, 2024 પર 11:50 AM
કોમોડિટી લાઇવ: સોના અને ચાંદીમાં તેજી, બેઝ મેટલ્સમાં દબાણકોમોડિટી લાઇવ: સોના અને ચાંદીમાં તેજી, બેઝ મેટલ્સમાં દબાણ
ડિસેમ્બર મહિનાની નરમાશ સાથે શરૂઆત થઈ. WTI અને બ્રેન્ટ ગયા સપ્તાહે 3% ઘટ્યા હતા.

ગઈકાલે સોનામાં આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવતી જોવા મળી છે. આજે US મંથલી જોબ ઓપનિંગના આંકડા આવવાના છે તે પહેલા સોનામાં થોડી સ્થિરતા છે.

સોનામાં કારોબાર

ગઈકાલના ઘટાડા બાદ સોનામાં રિકવરી છે. ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાથી ગઈકાલે સોનામાં ઘટાડો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે BRICSના દેશો પર ટેરિફની વાત કરી. USએ ચીન, મેક્સિકો અને કેનેડા પર ટેરિફ વધાર્યું.

ચાંદીમાં પણ રિકવરી છે. ચાંદીમાં ભાવ કોમેક્સ પર 31 ડોલરની નજીક છે. તો MCX પર 91 હજારને પાર નીકળ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો