Get App

કોમોડિટી લાઇવ: સોનાની તેજી યથાવત્, ચાંદીમાં સુસ્તી, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી

બેઝ મેટલ્સમાં ગઈકાલની નરમાશ પર બ્રેક લાગતા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2024 પર 12:31 PM
કોમોડિટી લાઇવ: સોનાની તેજી યથાવત્, ચાંદીમાં સુસ્તી, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરીકોમોડિટી લાઇવ: સોનાની તેજી યથાવત્, ચાંદીમાં સુસ્તી, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી
સોનાની કિંમતોમાં તેજી યથાવત્ રહેતા comex પર ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે 2697 ડૉલરના લેવલ પર જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી નોંધાઈ

સોનાની કિંમતોમાં તેજી યથાવત્ રહેતા comex પર ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે 2697 ડૉલરના લેવલ પર જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી નોંધાઈ, અહીં આવતા સપ્તાહે usમાં ત્રીજીવાર વ્યાજ દરમાં કાપની સંભાવનાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બજારની નજર અમેરિકાના મોંઘવારીના આંકડા પર રહેશે. અમેરિકામાં દર 0.25% ઘટવાની આશા છે. આ સપ્તાહે ECB, SNB, BoCની બેઠકમાં દર ઘટવાની આશા છે. ચીનના મૉનેટરી પૉલિસીમાં રાહત આપવાની ઘોષણાથી સપોર્ટ છે. 7 મહિના બાદ ચાઈનાએ સોનાની ખરીદી ફરી શરૂ કરી છે.

જોકે ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 31 ડૉલરની પાસે પહોંચી, જ્યારે સ્થાનિક બજારમાં 95,568ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળ્યું હતું.

બેઝ મેટલ્સમાં ગઈકાલની નરમાશ પર બ્રેક લાગતા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો, જેમાં સૌથી વધારે તેજી કોપરમાં દેખાઈ હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો