ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી આવતા સોનાની કિંમતોમાં ફરી રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, જ્યાં comex પર ભાવ 2779 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 79,435ના સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ધનતેરસના દિવસે RBIએ બેન્ક ઑફ ઇગ્લેંડ પાસેથી 102 ટન સોનાની ખરીદી કરી હતી.