રૂપિયામાં નરમાશ આજે પણ યથાવત્ છે. રૂપિયો 7 પૈસા નબળો થઇને ₹95.98/$ની સામે ₹96.06/$ પર ખૂલ્યો. પરંતુ ત્યાર બાદ નીચલા સ્તરેથી રિકવરી આવતા હાલ રૂપિયો 3 પૈસા મજબૂત થઇને 95.95ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.


રૂપિયામાં નરમાશ આજે પણ યથાવત્ છે. રૂપિયો 7 પૈસા નબળો થઇને ₹95.98/$ની સામે ₹96.06/$ પર ખૂલ્યો. પરંતુ ત્યાર બાદ નીચલા સ્તરેથી રિકવરી આવતા હાલ રૂપિયો 3 પૈસા મજબૂત થઇને 95.95ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળી રહ્યું છે. સપ્લાયમાં સુધારાના સંકેતો મળતા ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ એશિયા તરફથી એનર્જી ફ્લોમાં પણ સુધારો જોવા મળ્યો છે. આ સાથે જ અમેરિકાની સરકાર પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે SPR માંથી 40 મિલિયન બેરલ સુધીનો જથ્થો બજારમાં મુક્ત કરશે. SPR માંથી જથ્થો બહાર પાડવાની આ પ્રક્રિયા 6 ઓક્ટોબરથી શરૂ થશે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ એક ટકાના ઘટાડા સાથે 291ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો.
ચર્ચા કરીએ સોનાના ભાવની જ્યાં સોનાના ભાવમાં સાત સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા બાદ મજબૂત રિકવરી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ફરીથી 4150 ડોલર પ્રતિ ઔંસની સપાટીને પાર પહોંચ્યા છે. કાચા તેલના ભાવમાં આવેલા ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો છે. ઉલ્લેખનિય છે કે બજારને ઓક્ટોબર મહિનામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની 70% સંભાવના દેખાઈ રહી છે.
તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદી 61 ડૉલરની નજીક જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં મામુલી તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે.
નજર કરીએ બેઝ મેટલ્સના કારોબાર પર તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. જ્યાં એલ્યુમિનિયમમાં સારી ખરીદદારી જોવા મળી. પરંતુ કોપર ફ્યુચર્સના ભાવ ઘટીને $6.50/પાઉન્ડ પર પહોંચતા દેખાયા. ચીનના નબળા આર્થિક આંકડાથી કોપરમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.