ખાદ્ય તેલ અંગે રાહતના સમાચાર છે, કેન્દ્ર સરકારે સોયાબીન અને સનફ્લાવર ઓઈલના ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપી છે, જેથી આવનાર દિવસોમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડાના અનુમાન બની રહ્યા છે. સરકારે સોયાબીન ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 17.5%થી ઘટાડીને 12.5% કરી દીધી છે.

