Get App

કોમોડિટી લાઈવ: ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો, બેઝ મેટલ્સમાં ખરીદદારી

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતો આશરે 2 ટકા ઘટી. રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરાર પર બજારની નજર રહેશે. USના વ્યાજ દર કાપને લઈ ફેડના નિર્ણય પર ફોકસ રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 10, 2025 પર 12:43 PM
કોમોડિટી લાઈવ: ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો, બેઝ મેટલ્સમાં ખરીદદારીકોમોડિટી લાઈવ: ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો, બેઝ મેટલ્સમાં ખરીદદારી
સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 4200 ડૉલરની ઉપર સ્થિર છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 89.88 પ્રતિ ડૉલરની સામે 90.03 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USમાં જૉબ ઓપનિંગના આંકડા સુધરતા ડૉલરને સપોર્ટ મળતો દેખાયો હતો.

સોનામાં ઉપલા સ્તરેથી મામુલી નરમાશ જોવા મળી, તેમ છતા COMEX પર ભાવ 4200 ડૉલરની ઉપર સ્થિર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 30 હજારના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 4200 ડૉલરની ઉપર સ્થિર છે. ચીને તેરમા મહિને સત્તાવાર રિઝર્વમાં ગોલ્ડ ઉમેર્યું. મજબૂત ETF ઇનફ્લો અને રોબસ્ટ ફિઝિકલ બાઈંગના કારણે સપોર્ટ મળ્યો.

ચાંદીમાં જોરદાર ઉછાળા સાથે વૈશ્વિક બજારમાં ભાવ 60 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 90 હજારને પાર કારોબાર નોંધાયો હતો. MCX પર કિંમતો આશરે ₹2,200/kg વધતી જોવા મળી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો