આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ટ્રેમ્પના ટેરિફની અસર વધારે જોવા મળી, ભારત પર ટ્રમ્પે હવે કુલ 50ના ટેરિફ લગવ્યા છે, વધારાના 25 ટકાના ટેરિફ 27 ઓગસ્ટથી લાગૂ થતા જોવા મળશે. આની સાથે USએ 1 કિલો અને 100 ઔંસ સોનાના બારની આયાત પર ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર ઘણી ખરાબ અસર જોવા મળી શકે છે. ભારતથી થતા જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં પહેલાથી જ ઘટાડો જોયો છે, જે હજૂ વધારે ઘટી શકે છે.