Get App

દીપોત્સવ એગ્રી કૉમોડિટી: દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટી પર ચર્ચા

NCDEX પર ટ્રેડ થતી એગ્રી કૉમોડિટી સિવાય સરકારે ખાદ્યતેલ અને તેલિબીયામાં આત્મનિર્ભર બનવા માટેના પણ ઘણા પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું છે. દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહ્યું તે અંગે નિષ્ણાંતો સાથે આજે ચર્ચા કરીએ.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2025 પર 12:03 PM
દીપોત્સવ એગ્રી કૉમોડિટી: દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટી પર ચર્ચાદીપોત્સવ એગ્રી કૉમોડિટી: દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટી પર ચર્ચા
ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કૉમોડિટીમાં ઓવર ઓલ સારા વળતર મળ્યા છે, જ્યાં મસાલા પેકમાં ધાણા ફોકસમા રહ્યું

ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કૉમોડિટીમાં ઓવર ઓલ સારા વળતર મળ્યા છે, જ્યાં મસાલા પેકમાં ધાણા ફોકસમા રહ્યું, પણ ગુવાર પેક અને કપાસ સાથે કપાસિયા ખોળનું પ્રદર્શન નબળું પડતું જોયું, આ સાથે જ સરકારે ખરીફ અને રવિ પાકની MSPમાં પણ ઘણો ફેરફાર કર્યો, ખેડૂતોને આધાર આપવા સરકારે ઘણા પાકની MSP વધારી છે, જેની અસર પણ જોવા મળી છે.

NCDEX પર ટ્રેડ થતી એગ્રી કૉમોડિટી સિવાય સરકારે ખાદ્યતેલ અને તેલિબીયામાં આત્મનિર્ભર બનવા માટેના પણ ઘણા પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું છે. દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહ્યું તે અંગે નિષ્ણાંતો સાથે આજે ચર્ચા કરીએ.

કુંવરજી ગ્રુપના રવિ દિયોરાનું કહેવુ છે કે આ વર્ષે ઓવરઓલ કૉમોડિટીમાં સારૂ વળતર મળ્યું છે. એગ્રીકલ્ચર કૉમોડિટીમાં આ વર્ષે થોડું નબળું પ્રદર્શન રહ્યું. એગ્રી કૉમોડિટીમાં ટ્રેડ વૉરની અસર નહિવત્ રહી. રૂપિયામાં નરમાશ હોવા છતા એક્સપોર્ટ ડિમાન્ડ હજૂ સુધરી નથી. ગુવાર પેકમાં આ વર્ષ એક રેન્જબાઉન્ડ રહેતું દેખાયું.

આગળ રવિ દિયોરાએ જણાવ્યું કે આવતા વર્ષની દિવાળી સુધી એગ્રી કૉમોડિટીની ચાલ સુધરશે. રૂપિયામાં નરમાશની અસર કૉટન એક્સપોર્ટ પર રહી. આ વર્ષે કૉટન ઇમ્પોર્ટમાં વધારો નોંધાયો. કૉટનમાં હૅજિંગ કરીને ચાલવાની સલાહ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો