India-Russia oil import: ભારત આગામી મહિનાઓમાં રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી શકે છે, કારણ કે રશિયાનું યૂરાલ ક્રૂડ ડેટેડ બ્રેન્ટની સરખામણીએ પ્રતિ બેરલ 2 થી 2.50 ડોલરના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ જુલાઈ-ઓગસ્ટની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે, જ્યારે રશિયાએ સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપી હતી અને સપ્લાય ઘટવાને કારણે ડિસ્કાઉન્ટ માત્ર 1 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું. શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર, ઓક્ટોબરમાં રશિયાથી ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે.