Gold Silver Price High: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 26 ડિસેમ્બરના રોજ COMEXમાં આવેલી તેજીના પગલે ભારતીય વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના કોન્ટ્રાક્ટ નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે COMEX પર નબળો પડેલો ડોલર અને સુરક્ષિત રોકાણ (Safe-haven) તરીકે સોનાની વધતી માંગ છે. જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે અન્ય કરન્સી ધારકો માટે સોનું ખરીદવું વધુ આકર્ષક બની જાય છે, જેના કારણે તેની ડિમાન્ડમાં સીધો વધારો થાય છે.

