Gold Rate Today: અક્ષય તૃતીયાના શુભ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ આજે બજારમાં સુધારો (કરેક્શન) આવ્યો છે. આજે, 30 એપ્રિલ 2025ના રોજ દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. આવા શુભ સમયે સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો રોકાણકારો માટે રાહતની વાત છે. નોંધનીય છે કે 22 એપ્રિલે સોનાના ભાવે 1,00,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું સ્તર સ્પર્શ્યું હતું, પરંતુ ત્યારબાદથી તે આ સ્તરે પાછું નથી પહોંચ્યું.