Gold Price Today: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુએસ ડોલરમાં ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ 5 દિવસની ટોચે પહોંચી ગયો છે. ઓગસ્ટમાં સોનાનો વાયદો 98000 ને વટાવી ગયો છે. COMEX પર ભાવ $3400 ની નજીક પહોંચી ગયા છે. યુએસ-ઈરાન તણાવને કારણે ભાવમાં વધારો થયો છે. અમેરિકાએ ઈરાનને દૂતાવાસ ખાલી કરવા કહ્યું છે.