Gold Rate Today: આજે 28 એપ્રિલના સોનામાં ઘટાડો આવ્યો છે. સોનાના ભાવે 22 એપ્રિલના 1,00,000 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો ત્યાર બાદથી જ સોનાના રેટમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આજે સોમવાર 28 એપ્રિલના સોનુ છેલ્લા સપ્તાહની તુલનામાં આશરે 1000 રૂપિયા સુધી સસ્તુ થયુ છે. 22 કેરેટ સોનાનો ભાવ 89,400 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 97,500 રૂપિયા પર છે. ચાંદી 1 લાખ રૂપિયાની ઊપર ટ્રેડ કરી રહી છે. અહીં જાણો સોના-ચાંદીનો આજે સોમવાર 28 એપ્રિલ 2025 ના રેટ.