Vascon Engineers Shares: આજે, 29 સપ્ટેમ્બરના રોજ વાસ્કોન એન્જિનિયર્સ લિમિટેડના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. શરૂઆતના ટ્રેડિંગમાં કંપનીના શેર 14% વધીને ₹65.95 ની નવી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા. અદાણી ગ્રુપની કંપની સાથેના સોદાના સમાચાર પછી શેરમાં આ ઉછાળો આવ્યો. શુક્રવારે સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં, વાસ્કોન એન્જિનિયર્સે જાહેરાત કરી કે તેણે અદાણી ઇન્ફ્રા (ઇન્ડિયા) લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.