Sugar Price: ભારતીય ખાંડ મિલ્સ એસોસિએશન (ISMA) ના ડિરેક્ટર જનરલ દીપક બલ્લાનીએ CNBC-TV18 ને જણાવ્યું હતું કે ભારતમાં તહેવારોની મોસમ શરૂ થતાં ખાંડના ભાવ સ્થિર રહેવાની અપેક્ષા છે. દિવાળી જેવા તહેવારો દરમિયાન માંગમાં વધારો થવા છતાં, બલ્લાની નજીકના ભવિષ્યમાં છૂટક ખાંડના ભાવમાં કોઈ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા નથી.