Bajaj Finance Shares: બજાજ ફાઈનાન્સના શેરના ભાવમાં આજે, 30 એપ્રિલના રોજ ટ્રેડિંગની શરૂઆતમાં જ 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો અને તે 8,582 રૂપિયાના લેવલે પહોંચી ગયો. આ ઘટાડો કંપનીના માર્ચ 2025ની ત્રિમાસિકના પરિણામની જાહેરાત બાદ જોવા મળ્યો, જે બજારના અનુમાનથી થોડા નબળા રહ્યા. કંપનીએ મંગળવારે મોડી સાંજે પોતાના ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા, જેની સાથે બોનસ શેર, સ્ટોક સ્પ્લિટ, સ્પેશિયલ ડિવિડન્ડ અને ફાઈનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી. પરિણામ બાદ બ્રોકરેજ ફર્મ્સે આ શેર અંગે મિશ્ર પ્રતિસાદ આપ્યા છે.