OLA Electric IPO: બેંગ્લોર સ્થિત ઈ-સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની ઓલા ઈલેક્ટ્રીક (Ola Electric Mobility Ltd.) એ તેના આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹72 - 76 પ્રતિ શેર નક્કી કરી છે. 5,500 કરોડનો આ ઈશ્યૂ 2 ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 ઓગસ્ટે બંધ થશે.
OLA Electric IPO: બેંગ્લોર સ્થિત ઈ-સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની ઓલા ઈલેક્ટ્રીક (Ola Electric Mobility Ltd.) એ તેના આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹72 - 76 પ્રતિ શેર નક્કી કરી છે. 5,500 કરોડનો આ ઈશ્યૂ 2 ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 ઓગસ્ટે બંધ થશે.
આ IPOમાં ₹10ની ફેસ વેલ્યુના 8.4 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS) સાથે ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. સોફ્ટબેંક (SoftBank), ટેમાસેક (Temasek), મેટ્રિક્સ પાર્ટનર્સ ઈંડિયા (Matrix Partners India) જેવા રોકાણકારોની સાથે પ્રમોટર ભાવિશ અગ્રવાલ પણ OFS દ્વારા તેમના શેર વેચશે.
કોના માટે કેટલો હિસ્સો રિઝર્વ?
IPOનો 75% લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે, જ્યારે 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. કુલ ઓફરના 10 ટકા રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યા છે. આ IPO રિટેલ રોકાણકારો માટે 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. તે જ સમયે, એન્કર રોકાણકારો 1 ઓગસ્ટના રોજ આ IPO પર દાવ લગાવી શકશે.
કોને મળશે IPO માં છૂટ?
એક લોટમાં 195 શેર હશે. એટલે કે તમારે ઓછામાં ઓછા 195 ઇક્વિટી શેર માટે અરજી કરવી પડશે. કંપનીના લાયક કર્મચારીઓ પણ આ IPOમાં બિડ કરી શકે છે અને તેમને ઓફરની કિંમત પર પ્રતિ શેર 7 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલી ભારતીય ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિંગ કંપની છે જે પોતાનો IPO લોન્ચ કરી રહી છે.
જાણો કંપનીના વિશે
ઓલા ઈલેક્ટ્રિક એ ઇલેક્ટ્રિક વાહન કંપની છે. તે EV અને core EV કમ્પોનેંટનું પણ ઉત્પાદન કરે છે. કંપનીએ અત્યાર સુધીમાં સાત ઉત્પાદનોની ડિલિવરી કરી છે અને ચાર નવા ઉત્પાદનોની જાહેરાત કરી છે. ઓમ્નીચેનલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા, ઓલા ઇલેક્ટ્રિક પાસે 31 માર્ચ, 2024 સુધીમાં 870 અનુભવ કેન્દ્રો અને 431 સેવા કેન્દ્રો છે.
કંપનીની ફાઈનાન્શિયલ સ્થિતિ
કંપની ખોટમાં ચાલી રહી છે અને નાણાકીય વર્ષ 2024માં તેને ₹1,584 કરોડનું નુકસાન થયું છે, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 1,472 કરોડની ખોટ કરતાં વધુ છે. કંપની આઇપીઓમાંથી એકત્ર કરાયેલા નાણામાંથી ₹1,600 કરોડનો ઉપયોગ સંશોધન અને વિકાસ (R&D)માં કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.