Get App

US-ઈરાન યુદ્ધની સીધી અસર: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, બ્રેન્ટ ક્રૂડ $75 ને પાર, જાણો લેટેસ્ટ અપડેટ

US અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવ અને હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 2% નો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $75 ની પાર પહોંચ્યું, જાણો માર્કેટની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jul 08, 2026 પર 8:53 AM
US-ઈરાન યુદ્ધની સીધી અસર: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, બ્રેન્ટ ક્રૂડ $75 ને પાર, જાણો લેટેસ્ટ અપડેટUS-ઈરાન યુદ્ધની સીધી અસર: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, બ્રેન્ટ ક્રૂડ $75 ને પાર, જાણો લેટેસ્ટ અપડેટ
બ્રેન્ટ ક્રૂડ: સપ્ટેમ્બર ડિલિવરી માટેનું ગ્લોબલ બેન્ચમાર્ક 'બ્રેન્ટ ક્રૂડ' 1.9% ના ઉછાળા સાથે $75.53 પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું છે.

Crude Oil Price: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર ઈરાનના હુમલા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી કરતા તેલ બજારમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે બુધવારે કાચા તેલની કિંમતોમાં 2% જેટલો વધારો નોંધાયો છે.

ક્રૂડ ઓઈલના લેટેસ્ટ ભાવમાં કેટલી તેજી આવી?

WTI ક્રૂડ: ઓગસ્ટ ડિલિવરી માટેનું અમેરિકન બેન્ચમાર્ક 'વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ' (WTI) ક્રૂડ 2.1% વધીને $71.87 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

બ્રેન્ટ ક્રૂડ: સપ્ટેમ્બર ડિલિવરી માટેનું ગ્લોબલ બેન્ચમાર્ક 'બ્રેન્ટ ક્રૂડ' 1.9% ના ઉછાળા સાથે $75.53 પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું છે.

અચાનક કેમ વધ્યા ક્રૂડના ભાવ?

US સેન્ટ્રલ કમાન્ડના રિપોર્ટ મુજબ, અમેરિકાએ કોમર્શિયલ શિપિંગ પર થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપવા અને ઈરાનને પાઠ ભણાવવા માટે "તાકાતવર હુમલા" કર્યા છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ પણ હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવેલા એક ટાપુ પર ધડાકા થયા હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી કાઝમ ગરીબાબાદીએ ખુલ્લી ચેતવણી આપી છે કે ઈરાન આનો આકરો જવાબ આપશે.

બીજી તરફ, એક મોટો નિર્ણય લેતા US ટ્રેઝરીએ ઈરાનને તેલ એક્સપોર્ટ કરવા માટે આપેલી છૂટ પણ રદ કરી દીધી છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે થયેલા શાંતિ કરારના નિયમો તૂટી ગયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો