Get App

IndiGo Q1 Results: ઈરાન યુદ્ધ અને મોંઘા ઈંધણનો ફટકો, આવક વધવા છતાં ઇન્ડિગોને 382 કરોડની મોટી ખોટ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના Q1 પરિણામો જાહેર. ઈરાન યુદ્ધ અને 86% મોંઘા થયેલા જેટ ફ્યુઅલને કારણે કંપનીને 382 કરોડની મોટી ખોટ. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2026 પર 4:54 PM
IndiGo Q1 Results: ઈરાન યુદ્ધ અને મોંઘા ઈંધણનો ફટકો, આવક વધવા છતાં ઇન્ડિગોને 382 કરોડની મોટી ખોટIndiGo Q1 Results: ઈરાન યુદ્ધ અને મોંઘા ઈંધણનો ફટકો, આવક વધવા છતાં ઇન્ડિગોને 382 કરોડની મોટી ખોટ
જૂન ક્વાર્ટરમાં ઇન્ડિગોની આવકમાં 20% નો સારો એવો વધારો જોવા મળ્યો છે અને તે 24,584 કરોડ પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલા 20,496 કરોડ હતી.

IndiGo Q1 Results: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો માટે એપ્રિલ-જૂન 2026 નું ક્વાર્ટર અત્યંત પડકારજનક સાબિત થયું છે. કંપનીની આવકમાં ભલે વધારો થયો હોય, પરંતુ ગ્લોબલ ટેન્શન અને મોંઘવારીએ કંપનીનો બધો જ નફો ધોઈ નાખ્યો છે.

ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન દ્વારા જાહેર કરાયેલા જૂન 2026 ક્વાર્ટરના પરિણામો મુજબ, કંપનીને 382 કરોડનું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ 2,161 કરોડનો શાનદાર નફો કમાયો હતો. કંપનીના નફામાંથી ખોટમાં જવા પાછળ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ (ઈરાન યુદ્ધ), મોંઘુ વિમાન ઈંધણ અને રૂપિયાની નબળાઈ મુખ્ય કારણો રહ્યા છે.

આવક વધી, પણ ખર્ચમાં જંગી ઉછાળો

જૂન ક્વાર્ટરમાં ઇન્ડિગોની આવકમાં 20% નો સારો એવો વધારો જોવા મળ્યો છે અને તે 24,584 કરોડ પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલા 20,496 કરોડ હતી. પરંતુ, આવકની સામે કંપનીનો ખર્ચ 35.1% જેટલો વધી ગયો છે. કંપનીને સૌથી મોટો ફટકો જેટ ફ્યુઅલ પાછળ પડ્યો છે. વિમાન ઈંધણનો ખર્ચ સીધો 86% ઉછળીને 10,830 કરોડ પર પહોંચી ગયો છે, જે નફાને ખાઈ ગયો.

ઓપરેશનલ આંકડાઓ પર એક નજર

કંપનીની ક્ષમતા 2.9% વધીને 43.5 અબજ નોંધાઈ છે. મુસાફરોની સંખ્યામાં 0.7% નો મામૂલી વધારો થયો છે અને તે 3.13 કરોડ થઈ ગઈ છે. યીલ્ડ 21.3% ના ઉછાળા સાથે 6.04 રહી છે. વિમાનોમાં પેસેન્જર લોડ ફેક્ટર 1.3 ટકા ઘટીને 83.3% પર આવી ગયું છે. જોકે, રાહતની વાત એ છે કે કંપની પાસે રોકડની કોઈ કમી નથી. 30 જૂન 2026 સુધીમાં કંપની પાસે કુલ 52,885 કરોડનું કેશ બેલેન્સ હતું. જેમાં 39,039 કરોડ ફ્રી કેશ અને 13,846 કરોડ રિસ્ટ્રિક્ટેડ કેશનો સમાવેશ થાય છે.

મેનેજમેન્ટ અને રાહુલ ભાટિયાનું નિવેદન

બધા સમાચાર

+ વધુુ વાંચો