Get App

Infosys Q3 Results: નફો 2.2% ઘટીને રહ્યો રુપિયા 6654 કરોડ, જાણો રેવન્યુ અને ગાઈડન્સની સ્થિતિ

Infosys Q3 Results: ઈન્ફોસિસનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 2.2% ઘટીને 6654 કરોડ રૂપિયા થયો છે. જોકે, રેવન્યુમાં 8.9% નો વધારો જોવા મળ્યો છે. જાણો કંપનીના પરિણામો અને ભવિષ્યના ગાઈડન્સ વિશે વિગતવાર.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2026 પર 6:09 PM
Infosys Q3 Results: નફો 2.2% ઘટીને રહ્યો રુપિયા 6654 કરોડ, જાણો રેવન્યુ અને ગાઈડન્સની સ્થિતિInfosys Q3 Results: નફો 2.2% ઘટીને રહ્યો રુપિયા 6654 કરોડ, જાણો રેવન્યુ અને ગાઈડન્સની સ્થિતિ
ભવિષ્યને લઈને કંપની સકારાત્મક દેખાઈ રહી છે. ઈન્ફોસિસે આખા નાણાકીય વર્ષ 2025-26 માટે રેવન્યુ ગ્રોથનું અનુમાન વધારીને 3.0% થી 3.5% કર્યું છે.

Infosys Q3 Results: દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસએ બુધવારે, 14 જાન્યુઆરીએ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના આંકડા બજારની અપેક્ષાઓ કરતા થોડા નબળા રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમનો ચોખ્ખો નફો ગત વર્ષની સરખામણીમાં 2.2% ઘટીને 6654 કરોડ રૂપિયા રહ્યો છે.

જોકે, નફામાં ઘટાડો હોવા છતાં, કંપનીએ આવક અને ડીલ સાઈનિંગમાં સ્થિરતા જાળવી રાખી છે.

રેવન્યુમાં ઉછાળો, પણ માર્જિન પર દબાણ

ઈન્ફોસિસ માટે આવકના મોરચે સારા સમાચાર છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 8.9% વધીને 45,479 કરોડ રૂપિયા થયું છે. જોકે, વધતા ખર્ચ અને અન્ય કારણોસર કંપનીના માર્જિન પર અસર થઈ છે.

ઓપરેટિંગ માર્જિન: આ ક્વાર્ટરમાં ઘટીને 18.4% પર આવી ગયું છે, જે ગયા વર્ષે આજ સમયગાળામાં 21.3% હતું.

કારણ: કંપનીનું કહેવું છે કે કોસ્ટ વધવાને કારણે અને લેબર કોડની જોગવાઈઓને લીધે માર્જિન ઘટ્યું છે.

નવી ડીલ્સ અને ગ્રોથ

બધા સમાચાર

+ વધુુ વાંચો