IOC Q2 Results: સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શાનદાર પરિણામો નોંધાવ્યાં છે. કંપનીએ આ ક્વાર્ટરમાં ₹21,630 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. તેની સરખામણીમાં અગાઉના જૂન ક્વાર્ટરમાં કંપનીને ₹2,661 કરોડનું નુકસાન થયું હતું. આમ, કંપનીએ ત્રિમાસિક ધોરણે નુકસાનમાંથી નફામાં જોરદાર વાપસી કરી છે.

