ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિક ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ રહી હોય તેવું લાગે છે. ઓલા ઇલેક્ટ્રિક દ્વારા પૂરા પાડવામાં આવેલા વેચાણના આંકડા વ્હીકલ નોંધણીના આંકડાઓથી અલગ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)ને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ઓલા સામે મળેલી કસ્ટમર્સની ફરિયાદોની તપાસનો પણ આદેશ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે ARAI ને 15 દિવસની અંદર તપાસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.