Tata Motors Share Price: ટાટા ગ્રૂપની મોટર યુનિટ ટાટા મોટર્સની લક્ઝરી કાર બનાવતી કંપની જગુઆર લેન્ડ રોવર (JLR) પર તાજેતરના સાયબર હુમલાની ગંભીર અસર જોવા મળી છે. આ હુમલાને કારણે JLRના સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરવા પડ્યા, જેની અસર સપ્ટેમ્બર 2025ની ત્રિમાસિકના બિઝનેસ પરફોર્મન્સ પર પડી. આના પરિણામે ટાટા મોટર્સના શેર પ્રાઇસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. BSE પર શેર 1.41% ઘટીને 688.30 પર ટ્રેડ થયો, જ્યારે ઇન્ટ્રા-ડેમાં તે 1.82% ઘટીને 685.45ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

