Get App

GAIL Recruitment 2023: ગેલમાં આવી ભરતી, 120 જૉબ, આજે જ કરો એપ્લાય, જાણો કેટલી મળશે સેલરી

GAIL Recruitment 2023: ભારતની ટૉપ પબ્લિક સેક્ટર કંપનીઓ માંથી એક ગેસ અથૉરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (Gail) એ નોકરી કાઢી છે. ગેલ એક પબ્લિક સેક્ટર યૂનિટ એટલે મહારત્ન છે. ગેલએ કુલ 120 પોસ્ટ કાઢી છે. આ પોસ્ટ સીનિયર અસોસિએટ ટેક્નિકલ, ફાયર અને સેફ્ટી, માર્કેટિંગ, ફાઈનાન્સ અને અકાઉંટ્સ, કંપની સેક્રેટરી, એચઆર અને અન્ય વિભાગોમાં છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 10, 2023 પર 5:23 PM
GAIL Recruitment 2023: ગેલમાં આવી ભરતી, 120 જૉબ, આજે જ કરો એપ્લાય, જાણો કેટલી મળશે સેલરીGAIL Recruitment 2023: ગેલમાં આવી ભરતી, 120 જૉબ, આજે જ કરો એપ્લાય, જાણો કેટલી મળશે સેલરી

GAIL Recruitment 2023: ભારતની ટૉપ પબ્લિક સેક્ટર કંપનીઓ માંથી એક ગેસ અથૉરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (Gail) એ નોકરી કાઢી છે. ગેલ એક પબ્લિક સેક્ટર યૂનિટ એટલે મહારત્ન છે. ગેલએ કુલ 120 પોસ્ટ કાઢી છે. આ પોસ્ટ સીનિયર અસોસિએટ ટેક્નિકલ, ફાયર અને સેફ્ટી, માર્કેટિંગ, ફાઈનાન્સ અને અકાઉંટ્સ, કંપની સેક્રેટરી, એચઆર અને અન્ય વિભાગોમાં છે. જો પણ કેંડીડેટ આ પોસ્ટ માટે એપ્લાઈ કરવા ઈચ્છે છે તે પૂરી ડિટેલ કંપનીની વેબસાઈટ જોઈ શકે છે. ગેલની આ પોસ્ટ માટે આજે 10 માર્ચ 2023 થી એપ્લાઈ કરી શકે છે અને તેમાં અપ્લાઈ કરવાની અંતિમ તિથિ 10 એપ્રિલ છે.

GAIL છે એક મહારત્ન

ગેલ ભારતના તે 10 પીએસયૂની ગણતરીમાં આવે છે જેમાં મહારત્નની ઉપાધિ મળેલી છે. ગેલના વર્ષના ટર્નઓવર છેલ્લા 3 વર્ષોમાં 20,000 કરોડ રૂપિયાથી વધારે રહ્યા છે. દેશમાં અન્ય PSU મહારત્નની કેટગરીમાં ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL) સામેલ છે. અહીં તમને ગેલમાં નિકળેલી પોસ્ટ, પગાર અને યોગ્યતાના વિશે અમે બતાવી રહ્યા છે.

GAIL Recruitment 2023 - આ છે પોસ્ટ

સીનિયર એસોસિએટ (ટેકનીક): 72 પોસ્ટ

સીનિયર એસોસિએટ (ફાયર એન્ડ સેફ્ટી): 12 પોસ્ટ

સીનિયર એસોસિએટ (માર્કેટિંગ): 6 પોસ્ટ

સીનિયર એસોસિએટ (ફાઈનાન્સ અને અકાઉંટ્સ): 6 પોસ્ટ

સીનિયર એસોસિએટ (કંપની સેક્રેટરી): 2 પોસ્ટ

સીનિયર એસોસિએટ (HR): 6 પોસ્ટ

જૂનિયર એસોસિએટ: 6 પોસ્ટ

HDFC Bank ની બ્રાંચમાં કેશ ડિપૉઝિટમાં પણ આવી મુશ્કેલી, નેટ બેન્કિંગએ કર્યા પરેશાન

ગેલ ભરતી 2023: સિલેક્શન પ્રોસેસ

ઉમ્મેદવારની પંસદગી લેખિત પરીક્ષા અને સીનિયર એસોસિએટ માટે પર્સનલ ઈન્ટવ્યૂ વ્યક્તિગત સાક્ષાત્કાર અને જૂનિયર અસોસિએટ માટે લેખિત પરીક્ષા કે સ્કિલ ટેસ્ટના દ્વારા થશે.

ગેલ ભરતી 2023: એપ્લિકેશન ફીઝ

જનરલ, ઈડબ્લ્યૂએસ અને ઓબીસી (NCL) કેટેગરી માટે કેંડીડેટને 100 રૂપિયા ફીઝ આપવી પડશે.

ગેલ ભરતી 2023: વેતન

સીનિયર એસોસિએટની પોસ્ટ માટે 60,000/- રૂપિયા પ્રતિ મહીના અને જૂનિયર અસોસિએટ્સ માટે 40,000/- રૂપિયા મહીના મળશે. તેમાં એચઆર અને અન્ય ભથ્થા સામેલ છે.

અહીં કરો એપ્લાઈ

તમે Gail ની વેબસાઈટ www.gailgas.com પર જઈને એપ્લાઈ કરી શકો છો.

બધા સમાચાર

+ વધુુ વાંચો