Get App

PM મોદીની વિશ્વના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત, વિશ્વબેંકના વડાને પણ મળ્યા પ્રધાનમંત્રી

G20 Summit Indonesia: G-20ના ભારતના આગામી પ્રમુખપદના સંદર્ભમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, જ્યારે જી-20ની બેઠક બૌદ્ધ અને ગાંધીની ભૂમિ પર યોજાશે. ત્યારે આપણે બધા સાથે મળીને વિશ્વને શાંતિનો મજબૂત સંદેશો આપીશું.

MoneyControl Newsઅપડેટેડ Nov 16, 2022 પર 11:06 AM
PM મોદીની વિશ્વના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત, વિશ્વબેંકના વડાને પણ મળ્યા પ્રધાનમંત્રીPM મોદીની વિશ્વના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત, વિશ્વબેંકના વડાને પણ મળ્યા પ્રધાનમંત્રી

G20 Summit Indonesia:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે G-20 સમિટ સિવાય, યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રિટિશના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તન (Climate Change), કોવિડ -19 વૈશ્વિક મહામારી અને યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના કારણે ઉદ્ભવતા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં તબાહી સર્જી છે, અને ગ્લોબલ સપ્લાય ચેઈન પડી ભાંગી છે.

ભારતના આગામી G-20 પ્રમુખપદના સંદર્ભે, મોદીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે "જ્યારે G20 બૌધ્ધ અને ગાંધીની ધરતી પર મળશે, ત્યારે આપણે બધા સાથે મળીને વિશ્વને શાંતિનો નક્કર સંદેશ આપીશું.

વડાપ્રધાન કાર્યાલય(PMO)એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી.

PM @narendramodi and @POTUS @JoeBiden interact during the @g20org Summit in Bali. pic.twitter.com/g5VNggwoXd

— PMO India (@PMOIndia) November 15, 2022

બધા સમાચાર

+ વધુુ વાંચો