દિલીપ ભટ્ટનું કહેવુ છે કે ભારતીય બજારમાં હાલ મિશ્ર સંકેતો મળી રહ્યા છે. કન્ઝમ્પશન સારું છે પણ, ગ્રામિણ કન્ઝમ્પશન વધારવાની જરૂર છે. હવે વિશ્વ ક્વોન્ટિટેટિવ ટાઈટનિંગ તરફ આગળ જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓના પરિણામ સારા આવશે પણ બજાર રિએક્ટ નહીં કરે.
દિલીપ ભટ્ટના મતે હાલમાં બજારથી રિટેલ રોકાણકારો પાછળ ખસ્યા છે. આવનારા સમયમાં બજાર રેન્જમાં રહે તેવું અનુમાન છે. નિફ્ટીમાં અહીંથી 700-1000 પોઈન્ટનો ઘટાડો આવવાની શક્યતા છે. FIIs પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી તેજી નહીં આવે.

