Get App

Coca-Cola IPO: કોકા-કોલા ભારતમાં લાવશે પોતાનો IPO, 10 અબજ ડોલરના વેલ્યુએશન પર નજર

ગ્લોબલ બેવરેજ કંપની કોકા-કોલા ભારતમાં તેની બોટલિંગ યુનિટ HCCBનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. 10 અબજ ડોલરના વેલ્યુએશનવાળા આ IPOની સંપૂર્ણ માહિતી જાણો.

MoneyControl Newsઅપડેટેડ Sep 30, 2026 પર 5:53 PM
Coca-Cola IPO: કોકા-કોલા ભારતમાં લાવશે પોતાનો IPO, 10 અબજ ડોલરના વેલ્યુએશન પર નજરCoca-Cola IPO: કોકા-કોલા ભારતમાં લાવશે પોતાનો IPO, 10 અબજ ડોલરના વેલ્યુએશન પર નજર
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કોકા-કોલા આગામી ડિસેમ્બર મહિનામાં પોતાના IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી શકે છે.

Coca-Cola IPO : ભારતીય શેરબજારમાં અત્યારે પ્રાઈમરી માર્કેટ એટલે કે IPOની જબરદસ્ત ધૂમ મચી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગતા હોવ, તો તમારા માટે એક બહુ મોટા સમાચાર છે. વિશ્વની પ્રખ્યાત બેવરેજ કંપની કોકા-કોલા બહુ જલ્દી ભારતમાં પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપની તેની ભારતીય બોટલિંગ યુનિટ હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસનો IPO બજારમાં ઉતારશે.

ડિસેમ્બરમાં ભરાઈ શકે છે ડ્રાફ્ટ પેપર

તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કોકા-કોલા આગામી ડિસેમ્બર મહિનામાં પોતાના IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી શકે છે.કંપની આ ભારતીય બોટલિંગ યુનિટનું વેલ્યુએશન લગભગ 10 અબજ ડોલર રાખવાનું લક્ષ્ય ધરાવે છે. અગાઉ એવી અટકળો હતી કે કંપની આ IPO દ્વારા 1 અબજ ડોલર જેટલી રકમ બજારમાંથી એકઠી કરી શકે છે. જોકે, હજુ અંતિમ વાતચીત ચાલી રહી છે, તેથી IPO ની તારીખ, તેનું કદ અને વેલ્યુએશનમાં ફેરફાર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ IPO માં મોટેભાગે હાલના રોકાણકારો જ પોતાનો હિસ્સો વેચી શકે છે.

IPO માટે બેન્કોની મોટી ફોજ તૈયાર

કોકા-કોલાએ આ મેગા IPO ની પ્રક્રિયાને સરળ બનાવવા માટે દિગ્ગજ બેન્કોની ટીમ બનાવી છે. હાલમાં જ કંપનીએ આ ટીમમાં એક્સિસ કેપિટલ અને આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસને પણ સામેલ કરી છે. આ પહેલાથી જ કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ, જેપી મોર્ગન ચેઝ અને મોર્ગન સ્ટેનલી જેવી આંતરરાષ્ટ્રીય બેન્કો આ ડીલ પર કામ કરી રહી છે.

શું કામ કરે છે કંપની ?

હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસએ ભારતમાં કોકા-કોલાની મુખ્ય બોટલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. આપણે રોજબરોજ જે ઠંડા પીણાં પીએ છીએ, તેનું ઉત્પાદન અને વિતરણ આ કંપની જ કરે છે. તેના પોર્ટફોલિયોમાં કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઈટ, ફેન્ટા, લિમ્કા અને માઝાજેવી બ્રાન્ડ્સ સામેલ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો