Get App

2026નો પહેલો મોટો IPO: કોલ ઈન્ડિયાની કંપની 'ભારત કોકિંગ કોલ'નો ઈશ્યૂ 9 જાન્યુઆરીએ ખુલશે, જાણો તારીખ અને લિસ્ટિંગની વિગતો

Bharat Coking Coal IPO: શેરબજારમાં 2026ના વર્ષનો પહેલો મોટો IPO આવી રહ્યો છે. કોલ ઈન્ડિયાની સબસિડિયરી ભારત કોકિંગ કોલ 9 જાન્યુઆરીએ તેનો આઈપીઓ લાવશે. જાણો રોકાણની તારીખ, એલોટમેન્ટ અને કંપનીની વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2026 પર 2:59 PM
2026નો પહેલો મોટો IPO: કોલ ઈન્ડિયાની કંપની 'ભારત કોકિંગ કોલ'નો ઈશ્યૂ 9 જાન્યુઆરીએ ખુલશે, જાણો તારીખ અને લિસ્ટિંગની વિગતો2026નો પહેલો મોટો IPO: કોલ ઈન્ડિયાની કંપની 'ભારત કોકિંગ કોલ'નો ઈશ્યૂ 9 જાન્યુઆરીએ ખુલશે, જાણો તારીખ અને લિસ્ટિંગની વિગતો
નોંધનીય છે કે, IPO ના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 ખૂબ જ શાનદાર રહ્યું હતું, જેમાં ટાટા કેપિટલ અને LG ઈલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓના ઈશ્યૂ આવ્યા હતા. હવે 2026માં ભારત કોકિંગ કોલ સાથે બજારમાં ફરી હલચલ જોવા મળશે.

Bharat Coking Coal IPO: નવા વર્ષની શરૂઆત સાથે જ શેરબજારમાં રોકાણકારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. કોલ ઈન્ડિયાની સબસિડિયરી કંપની 'ભારત કોકિંગ કોલ' તેનો આઈપીઓ લાવવા માટે તૈયાર છે. આ વર્ષ 2026નો પહેલો મોટો આઈપીઓ હશે. કંપનીએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી દીધું છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે કામના છે.

નોંધનીય છે કે, IPO ના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 ખૂબ જ શાનદાર રહ્યું હતું, જેમાં ટાટા કેપિટલ અને LG ઈલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓના ઈશ્યૂ આવ્યા હતા. હવે 2026માં ભારત કોકિંગ કોલ સાથે બજારમાં ફરી હલચલ જોવા મળશે.

નવા શેર બહાર પાડવામાં નહીં આવે

આ આઈપીઓ અંગે સૌથી મહત્વની વાત એ છે કે કંપની તેમાં કોઈ પણ નવા શેર ઈશ્યૂ કરવાની નથી. આ આઈપીઓ સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' હશે. આ OFS અંતર્ગત કોલ ઈન્ડિયા  પોતાના હિસ્સાના 46.57 કરોડ શેર વેચશે.

સરળ ભાષામાં કહીએ તો, આ આઈપીઓથી જે પણ પૈસા ભેગા થશે તે સીધા કોલ ઈન્ડિયા પાસે જશે. ભારત કોકિંગ કોલ કંપનીને આમાંથી કોઈ રકમ મળશે નહીં. કંપનીએ પોતાના RHP માં સ્પષ્ટ કર્યું છે કે, આ આઈપીઓનો મુખ્ય હેતુ ઓફર ફોર સેલ પૂરો કરવાનો અને શેરબજારમાં લિસ્ટિંગનો ફાયદો મેળવવાનો છે. આ ઓફર કંપનીના કુલ પેડ-અપ કેપિટલના 10 ટકા જેટલી છે.

IPOની મહત્વની તારીખો

રોકાણકારો માટે તારીખો ખૂબ જ અગત્યની હોય છે. અહીં જુઓ આઈપીઓનું શેડ્યુલ:

બધા સમાચાર

+ વધુુ વાંચો