Get App

Gaudium IVF IPO: બાળક માટે વલખાં મારતા દંપતીઓની આશા હવે રોકાણકારોની કરાવશે કમાણી, 20 ફેબ્રુઆરીએ ખુલશે આઈપીઓ

Gaudium IVF IPO: ફર્ટિલિટી સેક્ટરની જાણીતી કંપની Gaudium IVFનો IPO 20 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે. 75-79 રૂપિયાની પ્રાઈસ બેન્ડ સાથે આ ઈશ્યુમાં રોકાણ કરતા પહેલા તેની દરેક મહત્વની વિગતો અહીં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Feb 17, 2026 પર 10:18 AM
Gaudium IVF IPO: બાળક માટે વલખાં મારતા દંપતીઓની આશા હવે રોકાણકારોની કરાવશે કમાણી, 20 ફેબ્રુઆરીએ ખુલશે આઈપીઓGaudium IVF IPO: બાળક માટે વલખાં મારતા દંપતીઓની આશા હવે રોકાણકારોની કરાવશે કમાણી, 20 ફેબ્રુઆરીએ ખુલશે આઈપીઓ
Gaudium IVF IPO: ફર્ટિલિટી સેક્ટરની જાણીતી કંપની Gaudium IVFનો IPO 20 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે.

Gaudium IVF IPO: શેરબજારમાં ફરી એકવાર આઈપીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વખતે હેલ્થકેર સેક્ટરમાંથી એક મોટી તક રોકાણકારો માટે આવી છે. ફર્ટિલિટી અને વુમન હેલ્થ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની Gaudium IVF (ગૌડિયમ આઈવીએફ) પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ કંપનીની વિગતો તપાસવી તમારા માટે જરૂરી છે.

ક્યારે ખુલશે IPO?

ગૌડિયમ આઈવીએફનો આઈપીઓ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો પાસે આમાં અરજી કરવા માટે 24 ફેબ્રુઆરી 2026 (મંગળવાર) સુધીનો સમય રહેશે. કંપનીએ આ ઈશ્યુ માટે પ્રતિ શેર 75 થી 79 રૂપિયા ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.

IPOનું ગણિત અને સાઈઝ

કંપની આ આઈપીઓ દ્વારા કુલ 165 કરોડ રૂપિયા ઉભા કરવા જઈ રહી છે. આ ઈશ્યુને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે:

ફ્રેશ ઈશ્યુ: 90 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે, જેની સંખ્યા આશરે 1.13 કરોડ જેટલી હશે.

ઓફર ફોર સેલ (OFS): 75 કરોડ રૂપિયાના શેર વર્તમાન પ્રમોટર માનિકા ખન્ના દ્વારા વેચવામાં આવશે, જેમાં આશરે 94.9 લાખ શેરનો સમાવેશ થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો