Get App

Lalithaa Jewellery IPO Listing: શેરબજારમાં લલિતા જ્વેલરીની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને પહેલા જ દિવસે 32%નો જંગી નફો

Lalithaa Jewellery IPO Listing: લલિતા જ્વેલરીનો IPO 32% ના જંગી પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટ થયો છે. 201 નો શેર 265 પર ખુલ્યો. જાણો શેરની લેટેસ્ટ કિંમત, સબસ્ક્રિપ્શન અને કંપનીના ફ્યુચર પ્લાન વિશેની તમામ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2026 પર 10:18 AM
Lalithaa Jewellery IPO Listing: શેરબજારમાં લલિતા જ્વેલરીની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને પહેલા જ દિવસે 32%નો જંગી નફોLalithaa Jewellery IPO Listing: શેરબજારમાં લલિતા જ્વેલરીની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને પહેલા જ દિવસે 32%નો જંગી નફો
Lalithaa Jewellery IPO Listing: શાનદાર લિસ્ટિંગથી રોકાણકારો થયા માલામાલ

Lalithaa Jewellery IPO Listing: સાઉથ ઇન્ડિયામાં દાગીનાના માર્કેટમાં મોટું નામ ધરાવતી લલિતા જ્વેલરી માર્ટના શેરે આજે ઘરેલુ શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી છે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ખુલ્લા રહેલા આ IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. 66 ગણો ભરાયેલો આ IPO આજે લિસ્ટ થતા જ રોકાણકારોને બખ્ખાં થઈ ગયા છે.

IPOની કિંમત અને લિસ્ટિંગ પ્રાઇસ

આ IPO હેઠળ કંપનીએ શેરની કિંમત 201 નક્કી કરી હતી. આજે BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર આ શેર 265.30 અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર 265.00 ના ભાવે લિસ્ટ થયો છે. આનો સીધો અર્થ એ છે કે જે રોકાણકારોને શેર લાગ્યા હતા, તેમને પહેલા જ દિવસે 32% નો સીધો નફો મળ્યો છે.

લિસ્ટિંગ પછી પણ શેરમાં તેજી જોવા મળી હતી અને તે BSE પર ઉછળીને 273.80 ની સપાટી પર પહોંચી ગયો હતો. એટલે કે રોકાણકારોનો નફો વધીને 36.22% થઈ ગયો છે. કંપનીના કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થયો છે કારણ કે તેમને દરેક શેર પર 19 નું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

IPO ને કેવો રિસ્પોન્સ મળ્યો હતો?

1,700 કરોડના આ IPO ને દરેક કેટેગરીના રોકાણકારોએ ખોબલે-ખોબલે ભર્યો હતો.

* કુલ સબસ્ક્રિપ્શન: 66.63 ગણું

બધા સમાચાર

+ વધુુ વાંચો